શ્રી ડુંગરી ગરાસિયા વિકાસ ટ્રસ્ટ (ચેરીટી રજી.નં.ઈ /૩૫૪૧)
ટ્રસ્ટ/મંડળના માલિક: માનનીય આર.કે.બલાત
ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા કાર્યો
ટ્રસ્ટ નું વિઝન :
સમાજના સ્વાસ્થ્ય,સંપતિ,અને સુખ માટે સમાજની દરેક વ્યક્તિમાં આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવા સોનો સાથ સહકાર સહયોગ તેમજ નિષ્ણાતોના અનુભવો દ્વારા પારદર્શક વહીવટ પ્રસ્થાપિત કરી દ્રઢતાથી સમાજને પ્રગતિના માર્ગે લઇ જી સમાજનું દિવ્ય પરિવર્તન કરવું
વહીવટી પાંખ
રચના : ટ્રસ્ટ દ્વારા વહીવટી પાંખના કન્વીનર નીમવામાં આવશે,જેઓ સરકારમાં,જાહેર સાહસોમાં એન.જી.ઓ માં જાહેર ક્ષેત્રમાં વહીવટનો અનુભવ હોય તેવા ડુંગરી ગરાસિયા સમાજના અધિકારીઓ/કર્મચારીઓની યાદી લીસ્ટ બનાવશે .
કામગીરી:
# ટ્રસ્ટ ના હોદ્દેદારોનાં પરામર્શમાં રહી મીટીંગ ગોઠવી સમાજ સંકુલના વહીવટ અંગેની કામગીરી કરશે
#ટ્રસ્ટ ની જુદી જુદી પંખો તથા જન્રલ્પંચ તેમજ સમાજના જુદા જુદા મંડળોનું સંકલન કરશે.
# વહીવટ નાગે વર્કશોપ સેમીનાર કોન્ફરન્સ, સ્નેહસંમેલન વિગેરેનું આયોજન કરશે.
#સમાજના સર્વાંગી વિકાસ અંગે અન્ય વિકસિત સમાજોનો અભ્યાસ કરી વ્યવસ્થા ગોઠવશે.
#આદિવાસીઓને લગતી કોઈપણ માહિતી સહીત સરકારી યોજનાઓનો લાભ અપાવવાની વ્યવસ્થા ગોઠવશે
#જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરશે.
# ૯ મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરશે.
#સમાજની ભાષા,બોલી,સંસ્કૃતિ દેવસ્થાનો,ગીતો વિગેરેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ તૈયાર કરશે.
#સમાજની ડિરેક્ટરી, કેલેન્ડર તથા મુખ્ય પત્ર બહાર પાડશે.