આદિવિકાસ માં આપનું સ્વાગત છે. - જય જોહાર

આદિવિકાસ વેબસાઈટ વિશે

આપણાં સમાજના તમામ નાગરિકોને ખુબ જ વિનામ્ર્તાપૂર્વક અને આદર પૂર્વક કહતા અમો ખુશી અનુભવીએ છીએ કે આદિવાસી સમાજના તમામ હકો,અધિકારો અને આવનારી પેઢીને વધુ મજબુત બનાવવા આપના સમક્ષ ગુજરાતના તમામ આદિવાસી સમાજના નાગરિકોને આવરી લે તેવી ઓનલાઈન વેબસાઈટ બનાવેલ છે જેમાં તમામ પ્રકારના કામો અને સમાજના દ્વારા કરવામાં આવતા કાર્યો વિષે વિસ્તૃત માહિતી અમારા દ્વારા પ્રચલિત કરવામાં આવી છે જેના થકી સમાજના દરેક ક્ષેત્રના માણસોને આગળ વધવાની તકો અને તેમની કાબિલિયત મુજબ માર્ગદર્શન તેમજ સમાજમાં આગળ વધેલ નાગરિકોની વિગતો પૂરી પાડવામાં આવશે જેનો દરેક આદિવાસી ભાઈ -બહેન કોઈપણ ચાર્જ ભર્યા વગર લાભ લઇ શકશે, જેમાં ભણતર અંગે દરેક નોકરિયાત વર્ગ, રમત ગમત, વ્યાપાર રોજગાર, મજુર વર્ગ, તેમજ આપણી સંસ્કૃતિ અંગેની તમામ માહિતીઓ જોઈ શકાશે.

આદિવાસી સમાજ માટેની સંપૂર્ણ માહિતી

  • આદિવાસી સમાજનો કોઈપણ નાગરિક આ વેબસાઈટ સાથે વિના મુલ્યે જોડાઈ શકે છે.
  • આ વેબસાઈટમાં એક પોર્ટલમાં દરેક નોકરિયાત વર્ગ માટે એક રજીસ્ટ્રેશન ફોર્મ છે જે ભરવાથી આખા ગુજરાતના દરેક નોકરિયાત વર્ગની આદિવાસી ભાઈબહેનની માહિતી જાણી શકાશે.
  • આ વેબસાઈટ માં શિક્ષણ ને લગતી તમામ વિગતો મુકવામાં આવશે જેનાથી ભણતર અંગે યોગ્ય માર્ગદર્શન મળી શકે
  • જે લોકો ભણતર પૂર્ણ કર્યા બાદ રોજગાર માટે પ્રયત્નશીલ છે તેઓ માટે આ વેબસાઈટ મારફત ઈ-મેઈલ ,મેસેજ અને વોટ્સએપ ના માધ્યમથી જરૂરી માર્ગદર્શિત કરવામાં આવશે જેમાં આપણા સમાજના જે વ્યક્તિઓ જુદા જુદા વિભાગોમાં નોકરી કરે છે તેઓ દ્વારા સીધું માર્ગદર્શન વેબસાઈટમાં મુકવામાં આવશે, તેમજ દરેક ક્ષેત્રોમાં પડતી અલગ અલગ જાહેરાતો કે જે દરેક વ્યક્તિ સુધી પહોચતી નથી તે માટે તેને સીધી પ્રચલિત કરવામાં આવશે અને મેસેજ, ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.
  • સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી તમામ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આ વેબસાઈટમાં માર્ગદર્શિત કરવામાં આવશે જે અંગે દરેક પ્રકારના ફોર્મ આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
  • આપના સમાજના ઘણા માણસો વર્ષોથી પોતાના વતનથી દુર નોકરી-ધંધા અર્થે બહારગામ રહે છે જેનાથી નવી પેઢીમાં સામાજિક રીતી-રીવાજો આપણી સંસ્કૃતિ વિષે પુરતું જ્ઞાન જોવા મળતું નથી,માટે આદિવાસી સમાજના દરેક રીતી-રીવાજો અને સંસ્કૃતિ વિષે સવિસ્તાર માહિતી અંગેના ફોટો,લખાણ અને વિડીઓ પ્રચલિત કરવામાં આવશે, જેમાં લગ્નપ્રસંગ ના રીવાજો, મરણ પ્રસંગના રીવાજો તેમજ આપણા તહેવારોમાં થતા દરેક કર્યો વિષે સવિસ્તાર માહિતી મુકવામાં આવશે જેનાથી નવી પેઢી આદિવાસી સમાજ પ્રત્યે એકજુથ થઇ પ્રેમ અને સમર્પણની ભાવના સાથે સમાજને આગળ લાવવા નવતર પ્રયત્નો કરે અને સમાજને જાણી શકે.
  • વિશેષમાં જણાવવાનું કે સમાજ દ્વારા કરવામાં આવતા આદિવાસી સમાજના દરેક અભિયાનો વિષે દરેક નાગરિકોને માહિતગાર કરવામાં આવશે. તે અંગેના ફોટો વિડીઓ અને લાખનો વિષે માહિતી પ્રચલિત કરવામાં આવશે.
  • નવી પેઢી એ જાણી શકે કે આપડા સમાજને આગળ લાવવા શું શું કાર્યો કરવામાં આવે છે અને તેઓ આ સામજિક કાર્યોમાં જોડાઈ આ અભિયાનને વધી આગળ લાવવા માહિતગાર થાય
  • આ વેબસાઈટનો એકમાત્ર ધ્યેય એ છે કે આદિવાસી સમાજનો દરેક વ્યક્તિ એકબીજાને મદદરૂપ થાય અને સમાજને આગળ લાવવા વધુમાં વધુ માર્ગદર્શન આપી શકાય જેથી આવનારી પેઢી આપડી સંસ્કૃતિ ને જાળવી રાખે અને એક સફળ આદિવાસી તરીકે ગુજરતના નામના મેળવે
  • આ વેબસાઈટ ના માધ્યમથી આદિવાસી સમાજના દરેક વ્યક્તિઓ કે જે ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ પોતાની ફરજ નિભાવે છે તેઓની માહિતી મળી શકશે. જેનાથી સમાજના દરેક વ્યક્તિ સાથે સંપર્ક મેળવી શકાશે તેમજ આપડા સમાજની એકતા મજબુત થશે.
  • ગુજરાતના દરેક સામજિક ટ્રસ્ટો/સામજિક સંસ્થાઓ નુ પણ રજીસ્ટ્રેશન થશે જેનાથી અમો એ સંસ્થા દ્વારા કરવામાં આવતા દરેક કાર્યોને આ વેબસાઈટ ના માધ્યમથી દરેક આદિવાસી સમાજ આગળ પ્રચલિત કરીશું, જેથી દરેક સંસ્થા દ્વારા કરવામાં આવતા કાર્યોને વધુ વેગ મળી શકે.
  • દરેક જાહેરાતોના ફોર્મ અને ઓનલાઈન અરજી માટેની લીંક મુકવામાં આવશે.
  • આપણા સમાજના ખેડૂતો માટે ખેતી વિષયક માહિતી પૂરી પાડવામાં આવશે,તેમજ સરકાર શ્રી તરફથી મળતી સહાયો, લાભો અને તેને લગતા દરેલ ફોર્મ આ વેબસાઈટ પરથી મેળવી શકાશે.
  • સમાજમાં જે લોકો ધંધો રોજગાર કરે છે તે માટે વેબસાઈટમાં એક પોર્ટલ ધંધા-રોજગાર માટે છે જેમાં જોડાવાથી આપણા સમાજનો દરેક નાગરિક ગુજરાતના દરેક જીલ્લાના કોઈપણ તાલુકામાં આપણા સમાજના કોઈપણ વ્યક્તિ કે જે ધંધો રોજગાર કરતો હશે તો તેની માહિતી તેઓના ફોટા, મોબાઈલ નંબર અને સરનામાં સાથે મળી શકશે જેનાથી નીચેના લાભો થશે.
  • 1. આપડે જાણી શકીશું કે આદિવાસી સમાજના જે વ્યક્તિઓ ધંધો રોજગાર કરે છે તે ક્યા છે અને શેનો વ્યાપાર-ધંધો કરે છે.

    2. આપડી રોજીંદી જીવન-જરૂરિયાત વસ્તુ અને લોકલ સર્વિસ માટે આ વેબસાઈટના માધ્યમથી જોડાયેલા આપણા સમાજના વેપારીઓ,ધંધાર્થીઓ પાસેથી ખરીદવી જેથી આપડો સમાજ આર્થિક રીતે મજબુત બની શકે અને તે આવનારા સમયમાં સમાજને મદદરૂપ થઇ શકે.

    3. આ બાબતે દરેક વેપારીઓ,ધંધાર્થીઓને આ વેબસાઈટમાં જોડવા માટે અનુરોધ કરવા આપ-સૌને વિનંતી છે

  • આપણા સમાજમાં ઘણા ઉત્કૃષ્ટ સેવાભાવી મહાનુભાવો સમ્માંજની સેવાભાવી કાર્યોમાં વર્ષોથી જોડાયેલ છે તેઓ સમાજને આગળ લાવવા માટે વર્ષોથી પ્રયત્નશીલ છે અને હાલમાં પણ કાર્યશીલ છે. આવા દરેક મહાનુભાવો ના કામો અને તેમને સમાજ માટે કરેલા કાર્યો વિષે માહિતી તેઓના ફોટા સાથે સવિસ્તાર જણાવવામાં આવશે.
  • "જય આદિવાસી"  "જય જોહાર"