આપણી ઓળખ આપીએ
આદીવાસીઓ હીંદુ, ખ્રિસ્તી, મુસ્લિમ, જૈન, બૌદ્ધ, શીખ કે જરથોસ્તી ધર્મના નથી.
ધર્મપૂર્વી સંસ્કૃતિના પ્રકૃતિ પૂજક અને રક્ષક છે.
કેટલાક આદિવાસીઓ પોતાની સાચી ઓળખ અન્ય વિદેશી લોકોની આદિવાસીઓ પ્રત્યેની વર્તુણુક અને નફરત જોઈને ભ્રમિત થઈ ગયા હતા, અને પોતાના ઉચ્ચત્તમ જીવનમૂલ્યો ભૂલી એમનાં જેવા દેખાવા, પોતાને સુધરેલા ગણાવા અન્ય લોકોના તહેવારો, દેવી-દેવતા ઓનાં પૂજન વિધિ, લગ્ન અને મરણ વિધી અપનાવવા લાગ્યા પરંતુ આ વીસમી સદીના આરંભમાં અને અંતમાં નવયુવાનોને સમજ પડી ગઈ છે કે પોતાની સાચી ઓળખ આદિવાસી તરીકેની છે અને એ જ સૌથી શ્રેષ્ઠ છે અને પોતાના નૈતિક મૂલ્યો સાથે પોતાની રૂઢી પરંપરા મુજબ જીવવું એ જ શ્રેષ્ઠ છે.
આદીવાસીઓ શહેરમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય એ એટલું મહત્વનું નથી, શહેરમાં રહેતા નોકરિયાત આદિવાસીઓ પોતાની આજુબાજુના, આડોશ પાડોશમાં રહેતા લોકોને જોઈ એમની ઘ્રૃણાનો ભોગ બનવું ના પડે એ માટે ભલે પોતાનો બાહ્ય પહેરવેશ, ઘરેણાં બદલ્યા હોય પરંતુ એમને ખબર જ છે કે આ બાહ્ય ઓળખ એ અમારી સાચી ઓળખ નથી, એ થોડાક ડરપોક લોકો માટે ,અપવાદરૂપ લોકો માટે છે.
પોતાની સંસ્કૃતિ જાળવી રાખવા માટે પોતાની માતૃભૂમિ, માતૃભાષા, લગ્ન,મરણ, અને જન્મના રિત રિવાજ, વાજિંત્રો વાગે, અને પગ નૃત્ય માટે થનગની ઉઠે એ જ એનાં ડીએનએનો જીવતો જાગતો પુરાવો છે જે એને જન્મથી મળે છે.
આદીવાસી હોવાનું ગૌરવ જન્મથી જ પ્રાપ્ત થાય છે નહીં કે જાતિ પ્રમાણપત્ર લેવાથી.
નોકરી માટે નાછૂટકે શહેરમાં રહેતા આદિવાસીઓ માટે પણ પોતાનું ગામ એ જ અંતિમ પડાવ છે. "ઊંટ નું મોઢું મારવાડ ભણી." એવું જ દરેક આદીવાસી માટે પણ કહી શકાય.
આદિવાસી સમાજની રચના, એનું માળખું, એની સામુહીકતા અને સામુદાયિકતા એની રગેરગમાં છે જે બીજાઓ પાસે નથી.
ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ થતાં ભૌતિકવાદી યુગમાં પોતાની ભૂલાઈ ગયેલી સંસ્કૃતિ ઉજાગર થઈ રહી છે એ માટે નવયુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ.
વિદેશીઓ ( સુપ્રીમ કોર્ટના બે જડ્જોનો આ ફેંસલો છે ) દ્વારા રચિત રામાયણ અને મહાભારત જેવી રચના કે જે બંન્ને મહાકાવ્ય છે એવું આપણે સૌ ભણ્યા છીએ, એમાં પ્રેરક વાર્તાઓ છે, બોધકથાઓ છે અને એનાં પ્રેરક પ્રસંગો અને પાત્રોને સાચાં માનવા એ આ વિજ્ઞાન યુગના યુવાનોને ગેરમાર્ગે દોરી. શકશે નહીં એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. દરેક બોધકથાઓ કાલ્પનિક વાર્તાઓ છે, આ કાલ્પનિક વાર્તાઓને યુવાનો વૈજ્ઞાનિક તથ્ય સાથે સરખામણી કરી જાણકારી મેળવી રહ્યા છે અને અંધશ્રદ્ધાની વાતોને ખોટી માની રહ્યા છે એ જ બદલાવ આવી રહ્યો છે એની નિશાની છે.
યુવાનોમાં સાચી સમજણ આવી રહી છે એ માટે સૌ યુવાનોને હું અભિનંદન પાઠવું છું. @acc.
જોહાર !
અરૂણ ચૌધરી વડોદરા
17-07-2020.
- શ્રી અરૂણકુમાર છગનલાલ ચૌધરી